• છેતરપિંડી કરનાર કાં તો USB, પેનડ્રાઈવ, CD વગેરે જેવા ભૌતિક મીડિયાના મફત વિતરણનો આશરો લે છે, અથવા તેમને પુસ્તકાલય વગેરે જેવા વિશિષ્ટ સ્થળોએ છોડી દે છે.
  • છેતરપિંડી કરનાર વપરાશકર્તાઓને પ્રતિષ્ઠિત કંપનીના નામો સાથે લેબલ લગાવીને આ ભૌતિક મીડિયાનો ઉપયોગ કરવા માટે લલચાવી શકે છે અથવા તેને પ્રમોશન ડ્રાઇવ વગેરે કહી શકે છે.
  • વપરાશકર્તા દ્વારા એકવાર આ મીડિયા ડ્રાઇવ્સનો ઉપયોગ કરવાથી, તેમનું ડિવાઇસ માલવેરથી સંક્રમિત થઇ જાય છે.
  • છેતરપિંડી કરનાર પાસે હવે ડેટા ભંગ, ઓળખની ચોરી, હેકિંગ વગેરે જેવી છેતરપિંડી કરવાની તક છે.