પરિચય
ફિશિંગ એ ખોટી રજૂઆત દ્વારા માહિતીની ઍક્સેસ મેળવવા માટે સામાજિક ઇજનેરી હુમલાનું એક સ્વરૂપ છે. ફિશિંગ હુમલામાં છેતરપિંડી કરનારાઓ એવા ઈ-મેલ બનાવે છે કે જાણે તે કોઈ કાયદેસર સંસ્થા (દા.ત. બેંક, પ્રતિષ્ઠિત સંસ્થા, કંપની વગેરે) તરફથી હોય, જેમાં નકલી વેબસાઈટની લિંક હોય છે જે વાસ્તવિક વેબસાઈટની નકલ કરે છે અથવા તેમાં દૂષિત જોડાણો હોઈ શકે છે. આમાંના મોટા ભાગના ફિશિંગ ઈમેલ્સ લક્ષ્યને સંવેદનશીલ માહિતી જાહેર કરવા અને છેતરપિંડી કરનારને જે જોઈએ છે તે કરવા માટે બનાવવામાં આવે છે.
ફિશિંગ વેબસાઇટ્સનું ઉદાહરણ
-
gmai1.com
-
icici6ank.com
-
bank0findia.com
-
yah00.com
-
eci.nic.ni
-
electoralsearching.in